1 કાળવ્રત્તાંત 24 : 1 (GUV)
હારુનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા. હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.
1 કાળવ્રત્તાંત 24 : 2 (GUV)
નાદાબ તથા અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં. માટે એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા.
1 કાળવ્રત્તાંત 24 : 3 (GUV)
દાઉદે તથા એલાઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા.
1 કાળવ્રત્તાંત 24 : 4 (GUV)
ઇથામારના પુત્રોમાં એલાઝારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા. એલાઝારના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા, માટે તેઓના સોળ વર્ગ પડ્યા. અને ઇથામારના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેના આઠ વર્ગ પાડ્યા.
1 કાળવ્રત્તાંત 24 : 5 (GUV)
ચિઠ્ઠી નાખીને તે બન્ને ટોળિઓના સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલાઝારના પુત્રોમાંથી તેમ જ ઇથામારના પુત્રોમાંથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નીમવામાં આવ્યા હતા.
1 કાળવ્રત્તાંત 24 : 6 (GUV)
નથાનિયેલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલાઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું.
1 કાળવ્રત્તાંત 24 : 7 (GUV)
પહેલી ચિઠ્ઠી યહોયારીબની નીકળી, બીજી યદાયાની;
1 કાળવ્રત્તાંત 24 : 8 (GUV)
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની;
1 કાળવ્રત્તાંત 24 : 9 (GUV)
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની;
1 કાળવ્રત્તાંત 24 : 10 (GUV)
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની;
1 કાળવ્રત્તાંત 24 : 11 (GUV)
નવમી યેશુઆની, દશમી શખાન્યાની;
1 કાળવ્રત્તાંત 24 : 12 (GUV)
આગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની;
1 કાળવ્રત્તાંત 24 : 13 (GUV)
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની;
1 કાળવ્રત્તાંત 24 : 14 (GUV)
પંદરમી બિલ્ગાની, સોળમી ઇમ્મેરની;
1 કાળવ્રત્તાંત 24 : 15 (GUV)
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની;
1 કાળવ્રત્તાંત 24 : 16 (GUV)
ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની;
1 કાળવ્રત્તાંત 24 : 17 (GUV)
એકવીસમી યાકીનની, બાવીસમી ગામૂલની;
1 કાળવ્રત્તાંત 24 : 18 (GUV)
ત્રેવીસમી દલાયાની, ને ચોવીસમી માઝ્યાની.
1 કાળવ્રત્તાંત 24 : 19 (GUV)
ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેઓના પિતા હારુનને આપેળી આજ્ઞા પ્રમાણે તેની મારફતે અપાયેલા હુકમ પ્રમાણે સેવા કરવાને યહોવાનાં મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો.
1 કાળવ્રત્તાંત 24 : 20 (GUV)
લેવીના બાકીના પુત્રો:આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલનઅ પુત્રોમાંનો યહદયા.
1 કાળવ્રત્તાંત 24 : 21 (GUV)
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા મુખ્ય હતો.
1 કાળવ્રત્તાંત 24 : 22 (GUV)
ઇસહારીઓમાંનો શલોમોથ; શલોમોથના પુત્રોમાંનો યાહાથ.
1 કાળવ્રત્તાંત 24 : 23 (GUV)
હેબ્રોનના પુત્રોમાં યરિયા મુખ્ય હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ, ચોથો યકામામ.
1 કાળવ્રત્તાંત 24 : 24 (GUV)
ઉઝ્ઝીએલનો પુત્ર મિખા; મિખાના પુત્રોમાંનો શામીર.
1 કાળવ્રત્તાંત 24 : 25 (GUV)
મિખાનો ભાઈ યિશ્શિયા; યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
1 કાળવ્રત્તાંત 24 : 26 (GUV)
મરારીના પુત્રો:માહલી તથા મુશી; યાઝિયાના પુત્રો:બનો,
1 કાળવ્રત્તાંત 24 : 27 (GUV)
મરારીના પુત્રો:યાઅઝિયાના, બનો, શોહામ, ઝાક્કૂર તથા ઇબ્રી.
1 કાળવ્રત્તાંત 24 : 28 (GUV)
માહલીના પુત્રો:એલઆઝાર (એ અપુત્ર હતો, )
1 કાળવ્રત્તાંત 24 : 29 (GUV)
તથા કીશ; કીશનો પુત્ર યરાહમેલ.
1 કાળવ્રત્તાંત 24 : 30 (GUV)
મુશીના પુત્રો:માહલી, એદેર તથા યરીમોથ, તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવીઓ હતા.
1 કાળવ્રત્તાંત 24 : 31 (GUV)
તેઓએ પણ પોતાના ભાઈ હારુનપુત્રોની જેમ દાઉદ રાજાની, સાદોકની, અહીમેલેખની તથા યાજકો ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચિઠ્ઠીઓ નાખી; એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: